આસિયા પરદેશની મંડળીઓને વિશ્વાસીયો ની તરફથી તમને સલામ, આકુલા અને એની બાયડી પ્રિસ્કીલાનો અને ઈ મંડળી જે એના ઘરે સમુહમાં ભેગી થાય છે ઈ હોતેન તમને પરભુમાં સલામ કેય છે.
પણ મે એપાફ્રોદિતસને તમારી પાહે ફરીથી મોકલવાનું જરૂરી હમજુ, ઈ મારો ભાઈ અને કામમા ભાગીદાર અને સંદેશો પરચાર કરતાં વખતથી મારી હારે યોદ્ધાની જેમ ઉભો રેનારો, અને તમારો સંદેશાવાહક છે જેને તમે જરૂરી વાતોમાં મારી સેવા હારે હાલવા હાટુ મોકલ્યો હતો.