14 પણ હું તારી સહમતી વગર કાય પણ નો કરી હકયો. હું ઈચ્છું કે, તુ આ મદદ ઈ હાટુ કર કેમ કે, તુ એને કરવા ઈચ્છ છો, ઈ હાટુ નય કે, મે તારા ઉપર આવું કરવા હાટુ ફરજ પાડી.
ઈ હાટુ મેં સાથી વિશ્વાસી ભાઈઓને આ વિનવણી કરવાનું જરૂરી હંમજ્યુ કે, તેઓ પેલા તમારી પાહે આવે અને જે આશીર્વાદ આપવાનું તમને કીધું હતું, એને ભેગુ કરી લેય, આ દબાણથી નય પણ ઉદારતાથી આપે છે એવી ખબર પડે.