પણ, હવે આપડે આનંદ કરવો અને રાજી થાવુ જોયી કેમ કે, જે ભાઈ મરી ગયો હોય એવુ લાગતું હતું, પણ હવે ઈ પાછો જીવતો થયો હોય એવું લાગે છે; જે ખોવાય ગયો હતો, પણ હવે ઈ પાછો મળી ગયો છે.”
એવી જ રીતે, તમને જે બધુય કામ કરવાની આજ્ઞા આપી છે, ઈ બધુય કામ તમે કરયુ છે, તઈ તમારે એમ કેવું જોયી કે, અમે નકામાં ચાકર છયી, કેમ કે જે કામ અમારે કરવાનું હતું ઈ જ કરયુ છે.
એક વખતે તમે પરમેશ્વરનાં લોકો નોતા, પણ હવે તમે પરમેશ્વરનાં લોકો છો, પેલા તમે પરમેશ્વરની દયાને જાણતા નોતા, પણ હવે તમે એને જાણો છો કેમ કે, એણે પેલાથી જ તમારી ઉપર પોતાની દયા દેખાડી છે.