તઈ ફોજદાર અને એની હારે જેઓ ઈસુનું ધ્યાન રાખતા હતા, તેઓ ધરતીકંપ અને જે જે થયુ, ઈ જોયને બોવ બીય ગયા અને કીધું કે, “આ હાસુ છે કે, આ માણસ પરમેશ્વરનો દીકરો હતો.”
યહુદીઓના આગેવાનોએ એને જવાબ દીધો કે, “અમારો પણ એક નિયમ છે, અને ઈ નિયમના પરમાણે ઈ મારી નાખવાને લાયક છે, કેમ કે એને પોતાની જાતને પરમેશ્વરનો દીકરો હોવાનો દાવો કરયો છે.”
ઈ કારણે યહુદી લોકોના આગેવાનોએ ઈસુને મારી નાખવાની વધારે કોશિશ કરવા લાગ્યા, કેમ કે ઈ ખાલી વિશ્રામવારના દિવસનો નિયમ તોડતો હતો એટલું જ નય પણ પરમેશ્વરને પોતાનો બાપ કયને એની જાતને પરમેશ્વરની બરોબર છું, ઈ બતાવતો હતો.
ઈસુએ હાંભળ્યું કે, ઈ માણસને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી બારે કાઢી મુકયો છે, ઈ હાટુ ઈસુએ માણસને મળ્યો, તો એને પુછયું કે, “શું તુ માણસના દીકરા ઉપર વિશ્વાસ કરે છે?”
અને આપડે જાણી છયી કે, ઈસુ મસીહ પરમેશ્વરનો દીકરો જગતમાં આવ્યો છે, અને એને આપણને હમજણ આપી છે કે, આપડે ઈ હાસા પરમેશ્વરને ઓળખી, અમે હાસા પરમેશ્વરની હારે સંગઠનમાં છયી કેમ કે, આપડે એના દીકરા ઈસુ મસીહની હારે સંગતીમાં છયી. હાસા પરમેશ્વર અને અનંતકાળનું જીવન ઈ જ છે.
જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.