તમે આ જગતના લોકો હાટુ મીઠાની જેમ છો; પણ જો મીઠું સ્વાદ વગરનું થાય તો તમે એને હેનાથી ખારું કરશો? પછી બારે ફેકવા અને માણસોના પગ નીસે સુન્દાવા સિવાય ઈ બીજા કાય કામનું નથી.
મીઠું એક જરૂરી વસ્તુ છે, પણ જો મીઠું પોતાનુ સ્વાદ ગુમાવી નાખે છે, તો તમે એનુ સ્વાદ કેવી રીતે પાછુ લીયાયશો? પછી તમારા એકબીજામાં મીઠાના જેવા ગુણ હોવા જોયી અને એકબીજાની હારે શાંતિથી રેવું જોયી.”