તમે ખાલી આજ વાતોને જોવ છો, જે આંખુની હામે દેખાય છે, જો કોયને પોતાની ઉપર આવો ભરોસો હોય કે, ઈ મસીહનું છે, તો આ પણ હમજી લેય કે, જેવું ઈ મસીહનું છે, એમ જ આપડે પણ મસીહના છયી.
કેમ કે, તમે મસીહની હારે એકતામાં છો, તો હવે તમે ઈબ્રાહિમના પરિવારનો ભાગ છો અને તમે એના વારસદાર છો અને તમને ઈ બધુય મળશે જેનો પરમેશ્વરે ઈબ્રાહિમ હારે અને આપડી હારે વાયદો કરયો હતો.