ઈ હાટુ હું તમને જણાવું છું કે, પરમેશ્વરનાં આત્માથી બોલનારો કોય પણ માણસ ઈસુને હરાપિત કેતો નથી, અને કોય પણ માણસ, પવિત્ર આત્મા વગર “ઈસુ જ પરભુ છે” એવું કય હકતો નથી.
હું પોતાના દેહને કાબુમાં રાખુ છું જેથી હું એની ખરાબ ઈચ્છાઓ પરમાણે નો હાલું ક્યાક એવું નો થાય કે, હું જે બીજાના હારા હમાસાર પરચાર કરું છું, અને હું પોતે જ ઈનામ નો મેળવું.