ઈસુ બેહીને પોતાના બાર ચેલાઓને એની પાહે ભેગા થાવા હાટુ બોલાવીયા અને તેઓને કીધુ કે, “જો કોય તમારામાં મોટો થાવા માગે છે, તો ઈ પોતાની જાતને નાનો કરે અને બધાયનો ચાકર બને.”
“જે કોય પણ આની જેવા એક બાળકને સ્વીકારે છે અને એની મદદ કરે છે કેમ કે, તેઓ મને પ્રેમ કરે છે, આ મને સ્વીકારવા જેવું છે, અને જે કોય પણ મને સ્વીકારે છે ઈ મને મોકલનારને પણ સ્વીકારે છે.”