30 પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાંથી નીકળીને ગાલીલ પરદેશમા થયને ગયા. અને ઈસુની એવી ઈચ્છા હતી કે, કોયને ખબર પડે નય કે, ઈ ક્યા છે.
પછી ઈસુએ ચેલાઓને જવાબ આપ્યો કે, “આ રીતેની ભુંડી આત્મા પ્રાર્થના કરયા વગર લોકોમાંથી બારે નય આવી હકે.”
ઈ આયા નથી, પણ મરણમાંથી ઉઠયો છે, યાદ કરો કે ઈ ગાલીલમાં હતો તઈ તેઓએ તમને શું કીધું હતું?