તઈ લોકો એક આંધળા અને મૂંગા માણસ જેને ભુત વળગેલું હતું એને ઈસુની પાહે લીયાવ્યા, અને ઈસુએ એને હાજો કરયો; એટલે જે આંધળો અને જે મૂંગો હતો, ઈ બોલતો થયો અને જોવા લાગ્યો.
જઈ પણ આ મેલી આત્મા એની ઉપર હુમલો કરે છે, તો ઈ એને નીસે પછાડી દેય છે. અને ભયંકર રીતે ધ્રુજવા મડે છે અને એના મોઢામાંથી ફીણ નીકળે છે, અને ઈ પોતાના દાંત ભીડવા મડે છે અને ઈ અક્કડ થય જાય છે અને હલતો નથી. મે તમારા ચેલાઓને મેલી આત્માને બારે કાઠવા હાટુ કીધુ, પણ તેઓ કાઢી હક્યાં નય.”
જઈ ઈસુએ જોયું કે, ઘણાય બધાય લોકો તેઓને જોવા ધોડીને ભેગા થાય છે. તઈ ઈસુએ મેલી આત્માને ધમકાવીને કીધુ કે, “હું તને આજ્ઞા આપું છું કે, મૂંગા અને બેરા કરનારી ભુંડી આત્મા એમાંથી નીકળી જા અને એમા ફરીથી કોય દિ નો ઘરતી.”
એક દિવસ એક માણસ ઈસુ પાહે આવ્યો જે બોલી હક્તો નોતો કેમ કે, મેલી આત્માએ એને કાબુમાં કરી લીધો હતો. ઈસુએ મેલી આત્માને બારે કાઢી પછી ઈ માણસ બોલવા લાગ્યો, અને ઈ જોયને ટોળાના લોકો નવાય પામ્યા.
જઈ એણે આ હાંભળ્યું કે, ઈસુ યહુદીયા પરદેશમાંથી ગાલીલ જિલ્લામાં આવી ગયો છે, તો ઈ એની પાહે આવ્યો, અને વિનવણી કરવા લાગ્યો કે, આવીને મારા દીકરાને હાજો કરી દેય કેમ કે, ઈ મરવાની અણી ઉપર છે.