14 જઈ ઈસુ અને એના ત્રણ ચેલાઓ, ડુંઘરા ઉપરથી નીસે બીજા ચેલાઓની પાહે પાછા આવ્યા તો જોયું કે, તેઓની સ્યારેય બાજુ મોટુ ટોળું ભેગુ થયુ હતું અને યહુદી નિયમના શિક્ષકો એની હારે માથાકૂટ કરી રયા છે.
અને તેઓએ આવીને એને કીધુ કે, “હે ગુરુ, અમે જાણી છયી કે, તમે હાસુ બોલો છો. અને તમે કોયની પરવા કરતાં નથી કે, લોકો તમારી વિષે શું વિસારે છે કેમ કે, તમે માણસો વસે પક્ષપાત કરતાં નથી, પણ તમે પરમેશ્વરનો મારગ હાસાયથી બતાવો છો, તો હવે અમને બતાવો કે, રોમી સમ્રાટને વેરો આપવાનું હારું છે કે નય?