11 પછી ચેલાઓએ ઈસુને પુછયું કે, “યહુદી નિયમના શિક્ષકો એમ કેમ કેય છે કે, મસીહ આવ્યા પેલા એલિયાને આવવું જોયી?”
જો તમે માનવા ઈચ્છો તો મારી વાત માની લ્યો કે, એલિયા જેની આવવાની આગમવાણી કરેલ હતી, ઈ આયશે.
ઈ હાટુ, તેઓએ આ વાત મનમાં રાખી પણ તેઓએ આ વિષે અંદરો-અંદર સરસા કરી કે, મોતમાંથી પાછુ જીવતું થાવુ એનો શું અરથ છે?
તઈ ઈ બેય આગમભાખીયા મુસા અને એલિયા દેખાણા અને તેઓ ઈસુની હારે વાતો કરતાં હતા.