તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. અને તેઓ નીસે જમીન ઉપર બેહી ગયા, અને પછી ઈ હાત રોટલી લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગી અને પછી એણે ટુકડાઓ પોતાના ચેલાઓને આપવાનું સાલું કરયુ જેથી તેઓ ઈ લોકોની વસે પીરસી હકે.
તું એક નાના પાપ હાટુ પોતાના સાથી વિશ્વાસી ભાઈનો ન્યાય કેમ કરે છે, જે એની આંખમાં કાક કણાની જેમ છે, જઈ તારા જીવનમાં એક મોટો પાપ છે જે તારી પોતાની આંખમાં પડેલા મોટા કસરાની જેમ છે.