તઈ ઈસુએ બધાય લોકોને જમીન ઉપર બેહવા હાટુ હુકમ દીધો. અને તેઓ નીસે જમીન ઉપર બેહી ગયા, અને પછી ઈ હાત રોટલી લયને ઈસુએ પરમેશ્વરનો આભાર માનીને રોટલીઓને ભાંગી અને પછી એણે ટુકડાઓ પોતાના ચેલાઓને આપવાનું સાલું કરયુ જેથી તેઓ ઈ લોકોની વસે પીરસી હકે.
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” પણ તેઓએ ઈસુને કીધું કે, “અમારી પાહે પાંસ રોટલી અને બે જ માછલી છે એની સિવાય બીજુ કાય નથી; પણ હા, જો અમે જયને આ બધાય લોકો હાટુ ખાવાનું વેસાતું લીયાવી, તો આપી હકાય.”