પણ માર્થા ખાવાનું રાંધતી-રાંધતી હેરાન થય, અને એની પાહે આવીને કીધું કે, “ઓ પરભુ, મારી બેને મને કામ કરવા એકલી મુકી છે, એની શું તમને ચિંતા નથી? જેથી એને કેય કે, ઈ મને ઈ મદદ કરે.”
ઈસુએ એને જવાબ દીધો કે, “મે બધાયની હામે જાહેરમાં સવાલ કરયો, મે મંદિરમાં અને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં જ્યાં બધાય યહુદી લોકો ભેગા થયા કરતાં હતાં, સદાય શિક્ષણ આપ્યુ અને ખાનગીમાં કાય નથી કીધું.