29 ઈસુએ તેઓએ પુછયું કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” પિતરે એનો જવાબ આપ્યો કે, “તુ પરમેશ્વરનો મોકલેલો મસીહ છો.”
ઈસુએ તેઓને કીધુ કે, “તમને તો પરમેશ્વરનાં રાજ્યના ભેદની હમજ આપેલી છે, પણ જે મારી ઉપર વિશ્વાસ નથી કરતાં એની હાટુ બધી વાતો દાખલાઓમાં કેવામાં આવી છે.”
ઈસુએ એને પુછયું કે, “પણ હું કોણ છું, ઈ વિષે તમે શું કયો છો?” પિતરે જવાબ આપ્યો કે, “પરમેશ્વરનો મસીહ.”
માર્થાએ ઈસુને જવાબ દીધો કે, “હા, પરભુ, હું વિશ્વાસ કરું છું કે, તુ જ પરમેશ્વરનો દીકરો મસીહ છે, જે જગતમાં આવવાનો હતો.”
ઈ લોકોએ ઈ બાયને કીધું કે, “હવે અમે તારા કેવાથી જ વિશ્વાસ નથી કરતાં કેમ કે, અમે પોતે જ હાંભળી લીધું, અને જાણી લીધું છે કે, જગતનો તારનાર ખરેખર આજ છે.”
સિમોન પિતરે ઈસુને જવાબ દીધો કે, “પરભુ અમે કોની પાહે જાયી? અનંતકાળના જીવનની વાતો તો તારી પાહે છે.
અમે વિશ્વાસ કરયો છે કે ખબર છે કે, પરમેશ્વરનો પવિત્ર માણસ ઈ તુ જ છે.”
એને મારગમાં હાલતા-હાલતા એક તળાવ મળુ, તઈ ખોજાએ ફિલિપને કીધું કે, “જો, આ તળાવ પણ છે, તો મને જળદીક્ષા લેવામાં શું વાંધો છે?”
અને ઈ તરત દમસ્કસ શહેરની યહુદી લોકોની પરચાર કરવાની જગ્યાઓમાં પરસાર કરવા મંડો કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે.
પણ જે એની ઉપર વિશ્વાસ કરવાથી મનાય કરે છે ઈ કડીયા એની જેવા છે જેની વિષે શાસ્ત્ર વાત કરે છે “ઈ પાણો જે કડીયાઓએ નકારી દીધો હતો ઈ મકાનમાં બધાયથી મુખ્ય પાણો બની ગયો છે.”
જે કોય આ સ્વીકાર કરે છે કે, ઈસુ પરમેશ્વરનો દીકરો છે, તો પરમેશ્વર એનામા અને ઈ પરમેશ્વરમાં વાસ કરે છે.
ઈસુ ઈ જ મસીહ છે જે કોય આ વિશ્વાસ કરે છે, તેઓ પરમેશ્વરનાં સંતાન છે, અને જે કોય બાપ ઉપર પ્રેમ રાખે છે, ઈ એના સંતાનોથી પણ પ્રેમ કરે છે.