24 એણે આખું ઉસી કરીને કીધુ કે, “હું લોકોને જોવ છું, તેઓ મને હાલતા ઝાડવા જેવા દેખાય દેય છે.”
આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”
પછી ઈસુએ પાછા એની આખું ઉપર હાથ મુક્યાં, તઈ ઈ માણસે આંખુ ઉઘાડી અને ધ્યાનથી જોયને પુરી રીતે ઈ હાજો થયો, અને એને બધુય સોખ્ખું દેખાણું.