23 આંધળાનો હાથ ઝાલીને ઈસુ એને ગામમાંથી બારે લય ગયો અને એની આંખોની ઉપર ઈસુએ પોતાનુ થૂક લગાડ્યું, અને એના હાથ એની ઉપર રાખ્યા અને એને પુછયું કે, “શું તને કાય દેખાય છે?”
અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”
તઈ ઈસુ એને ગડદીથી આઘો લય ગયો, અને પોતાની આંગળીયુ એના કાનમાં નાખી, એની પછી એને પોતાની એક આંગળી ઉપર થુંક્યો અને ઈ માણસની જીભને અડયો.
એણે આખું ઉસી કરીને કીધુ કે, “હું લોકોને જોવ છું, તેઓ મને હાલતા ઝાડવા જેવા દેખાય દેય છે.”
પછી ઈસુએ એને ઘરે મોકલતા આજ્ઞા આપીને કીધુ કે, “ઘરે વયો જા પણ લોકોને બતાવવા હાટુ ગામમાં જાતો નય કે ન્યાં શું થયુ.”
ઈ સિપાય દળના સરદારે પાઉલના ભાણીયાનો હાથ પક્ડીને જુદો લય જયને પુછયું કે, “તુ મને શું કેવા માગે છે?”
તઈ શાઉલ ધરતી ઉપર ઉભો થયો, પણ જઈ એણે આખું ખોલી તો દેખાણું નય, કેમ કે ઈ આંધળો થય ગયો હતો, તઈ એની હારે જે હતાં તેવો એનો હાથપકડીને દમસ્કસ શહેરમાં લય ગયા.
તેઓના વડવાઓને મિસર દેશમાંથી બારે લીયાવવા હાટુ જે દિવસે મેં તેઓનો હાથ પકડયો, તઈ તેઓની હારે જે કરાર મેં કરયો હતો, ઈ કરાર પરમાણે તેઓ હાલ્યા નય ઈ હાટુ મેં તેઓની વિષે કાય પરવા કરી નય, એવું પરભુ કેય છે.”
ઈ હાટુ હું તને સલાહ આપું છું, કે તારે મારાથી શુદ્ધ હોનું વેસાતુ લેવુ જોયી જેથી તુ ખરેખર ધનવાન બની હક. તારે મારાથી પોતાને પેરવા હાટુ સફેદ લુગડા પણ વેસાતી લેવા જોયી જેથી તારો દેહ ઢાકેલો રેય અને તને શરમ લાગે નય અને તારે પોતાની આંખુની સારવાર કરવા હાટુ મારાથી દવા પણ વેસાતી લેવી જોયી જેથી તુ જોય હક.