કેમ કે તેઓએ ઈસુને ઘણીય વાર જોયો હતો કે, પાછળના દિવસોમાં જઈ એણે પાચ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યુ હતું, પણ તેઓ હજી હુધી હમજયા નય કે ઈ કેટલો શક્તિશાળી હતો, જે તેઓને હંમજવું જોયી.
એણે પોતાની અંદર મોટો નિહાકો નાખીને તેઓને કીધું કે, “તમારે એક સમત્કારી નિશાની નો માંગવી જોયી. હું તમને પાકું કવ છું કે, આ પેઢીના લોકોને કાય જ નિશાની નય આપવામાં આવે.”
આ જાણીને ઈસુએ તેઓને કીધુ કે, “તમે અંદરો અંદર કેમ વાતો કરો છો કે, આપડી પાહે રોટલી નથી? શું તમે તમારા હ્રદયોને કઠણ બનાવી દીધા છે કે, તમે હજી પણ નથી હમજી હક્તા?
ઈસુએ એને કીધું કે, “હે ફિલિપ, હું એટલા વખત તારી હારે રયો, તો પણ તુ મને નથી ઓળખતો? જેણે મને જોયો છે, એણે બાપને પણ જોયો છે, તુ કેમ કેય છે કે, અમને બાપ દેખાડો?