20 તઈ એણે તેઓને કીધુ કે, “જઈ સ્યાર હજાર લોકોની હાટુ હાત રોટલીઓ હતી, તો તમે ટુકડાઓની કેટલી ટોપલીઓ ભરીને ઉપાડી હતી?” તેઓએ એને કીધુ કે, “હાત ટોપલીઓ.”
અને બધાય ખાયને ધરાણા, અને ચેલાઓએ રોટલીઓ અને માછલીઓના વધેલા ટુકડાઓ ભેગા કરીને બાર ટોપલીઓ ભરી.