16 તેઓ એકબીજાની હારે વાતો કરવા લાગ્યા કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”
ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”
આ જાણીને ઈસુએ તેઓને કીધુ કે, “તમે અંદરો અંદર કેમ વાતો કરો છો કે, આપડી પાહે રોટલી નથી? શું તમે તમારા હ્રદયોને કઠણ બનાવી દીધા છે કે, તમે હજી પણ નથી હમજી હક્તા?
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, જો આપડે કેહુ કે, સ્વર્ગથી, તો ઈ કેહે કે, “તઈ તમારે એની ઉપર વિશ્વાસ કરવો જોયી”
ચેલાઓમાં વાદ-વિવાદ થાવા લાગ્યો, કે, આપડામાંથી મોટો કોણ છે?