14 ઈસુના ચેલાઓ પોતાની હારે રોટલી લીયાવાનું ભુલી ગયા હતા. તેઓની પાહે હોડીમાં એક જ રોટલી હતી.
અને ચેલાઓ ઓલા કાઠે ગયા પણ રોટલી લીયાવાનું ભુલી ગયા હતા.
પછી ઈસુ લોકોને મુકીને પોતાના ચેલાઓની હારે હોડીમાં બેઠો, અને ગાલીલ દરિયાની સ્યારેય બાજુ થયને તેઓ આગળ ગયા.
ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”