12 એણે પોતાની અંદર મોટો નિહાકો નાખીને તેઓને કીધું કે, “તમારે એક સમત્કારી નિશાની નો માંગવી જોયી. હું તમને પાકું કવ છું કે, આ પેઢીના લોકોને કાય જ નિશાની નય આપવામાં આવે.”
ખરાબ અને છીનાળવા લોકો પરમેશ્વરની પાહે સમત્કારીક નિશાની માગે છે; પણ યુના આગમભાખીયાની હારે જે કાય થયુ ઈ નિશાની સિવાય બીજી કોય નિશાની એને અપાહે નય.” અને તેઓ એણે છોડીને વયા ગયા.