પછી ઈ મંદિરમાં આવીને શિક્ષણ આપતો હતો, એટલામાં મુખ્ય યાજકોએ લોકોના વડીલોને એની પાહે આવીને પૂછયું કે, “તું ક્યાં અધિકારથી આ કામ કરશો, આ અધિકાર તને કોણે દીધો છે?”
યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં અને દાણીઓ અને જેઓને લોકો પાપીઓ કેતા તેઓની હારે ખાતો જોયને એના ચેલાઓને કીધુ કે, “ઈસુ તો દાણીઓ અને પાપીઓની હારે ખાય છે.”