5 ઈ હાટુ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને પુછયું કે, “તારા ચેલા અમારા વડીલોના દ્વારા શીખવાડેલ રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં?” તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.
અને યહુદી વિશ્વાસી લોકોને તારા વિષે બતાવવામાં આવ્યું છે કે, તુ બિનયહુદી લોકોમા રેનારા યહુદી લોકોને મુસાના નિયમને મુકી દેવાનું શિખવાડ છો, અને કેય છે કે, પોતપોતાના બાળકોની સુનન્ત નો કરાવો અને યહુદી લોકોના રીતી રીવાજ પરમાણે નો હાલો.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.