યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં હાજર ઘણાય લોકો બોવ હેરાન થય ગયા અને આ કારણે ઈ એકબીજાને પૂછવા લાગ્યા કે, “આ ક્યા પરકારનું શિક્ષણ છે? અમે કોયદી કોયને આટલા અધિકારથી શિક્ષણ આપતા નથી હાંભળ્યું! ઈ અધિકારથી મેલી આત્માને ખીજાય છે અને ઈ એનુ માનેય છે.”
ઈસુએ લોકોને કીધુ કે, તેઓ કોયને નો બતાવે કે, એણે શું કરયુ છે. પણ જેટલી વધારે એણે તેઓને આજ્ઞા આપી કે, બીજાઓને નો બતાવતા, એટલા વધારે જોશથી તેઓ બીજાઓની વસે આ ખબરને ફેલાવવા લાગ્યા.
થોડાક દિવસો પછી મોટુ ટોળું ઈસુ પાહે પરમેશ્વરનાં રાજ્ય વિષે હાંભળવા હાટુ ભેગુ થયુ, અને તેઓની પાહે કાય ખાવાનું હતું નય, તો એણે પોતાના ચેલાઓને પાહે બોલાવીને કીધુ કે,