ઈસુએ પાચ રોટલી અને બે માછલી લયને સ્વર્ગ તરફ જોયને પરમેશ્વરનો આભાર માનીને, રોટલી ભાંગી અને ચેલાઓને આપતા ગયા જેથી તેઓ લોકોને પીરસે, અને ઈ બે માછલીઓ પણ લોકોને પીરસી દીધી.
એણે પોતાની અંદર મોટો નિહાકો નાખીને તેઓને કીધું કે, “તમારે એક સમત્કારી નિશાની નો માંગવી જોયી. હું તમને પાકું કવ છું કે, આ પેઢીના લોકોને કાય જ નિશાની નય આપવામાં આવે.”
ઈસુએ પોતાના ચેલાઓને આ બધીય વાતો કરીને પછી આભ તરફ ઉપર જોયને કીધું કે, હે બાપ, આ વખત આવી ગયો છે, તારા દીકરાની મહિમાવાન પરગટ કર, જેનાથી દીકરો પણ તને મહિમાવાન કરે.