32 લોકો એક બેરાને જે બોબડો પણ હતો એને ઈસુ પાહે લીયાવીને વિનવણી કરી કે, એને હાજો કરવા હાટુ પોતાનો હાથ એની ઉપર મુક.
અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”
તરત ઈ માણસ હાંભળવા લાગ્યો ને એની જીભથી ઈ બોબડો સોખું બોલી હક્યો.
એક દિવસ એક માણસ ઈસુ પાહે આવ્યો જે બોલી હક્તો નોતો કેમ કે, મેલી આત્માએ એને કાબુમાં કરી લીધો હતો. ઈસુએ મેલી આત્માને બારે કાઢી પછી ઈ માણસ બોલવા લાગ્યો, અને ઈ જોયને ટોળાના લોકો નવાય પામ્યા.