30 ઈ બાયે પોતાના ઘરે આવીને જોયુ તો છોકરી ખાટલામાં હુતેલી હતી અને એમાંથી મેલી આત્મા નીકળી ગય હતી.
તઈ ઈસુએ કીધુ કે, “તે વિશ્વાસથી જવાબ આપ્યો છે, ઈ હાટુ જ તારી દીકરીમાંથી મે મેલી આત્માને કાઢી નાખી છે.” એટલે તુ ઘરે જા.
પછી ઈસુ અને એના ચેલાઓ તુર શહેરની આજુ-બાજુની જગ્યાઓ છોડી દીધી. પછી તેઓએ સિદોન શહેરની યાત્રા કરી. તઈ તેઓ દશનગરની (દિકાપોલીસ) આજુ-બાજુની જગ્યાઓમાં થયને નીકળા, જ્યાં હુધી કે, તેઓ ગાલીલ દરિયાની પાહે નો પુગ્યા.
જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.