તઈ ઈ બાયે જાણી લીધું કે, ઈસુનું સામર્થ્ય એને હાજી કરી દીધી છે, ઈ હાટુ ઈ ઈસુની પાહે આવી અને માથું નમાવીને એની હામે ઘુટણે પડી. બીતા અને ધ્રુજતી-ધ્રુજતી એણે ઈસુને બધુય કય દીધુ કે, એણે શું કરયુ હતું અને પછી એની હારે શું થયુ.
પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.