પછી ઈસુ અને એના ચેલાઓ ન્યાથી વયા ગયા અને પછી તુર અને સિદોન શહેરની આજુ-બાજુની જગ્યામાં ગયા. ઈ એક ઘરમાં વયો ગયો અને ઈ નોતા ઈચ્છતા કે, કોય જાણે કે ઈ ન્યા રોકાણા હતા.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.
આ દાખલા વિષે જાણયા પછી પણ પરમેશ્વરથી નો બીનારા લોકો એવી રીતે પાપ કરે છે અને એવુ કેય છે કે, એણે સપનુ જોયું છે ઈ પોતાના દેહનો ઉપયોગ પાપ કરવા હાટુ કરે છે. બધાય પરમેશ્વરનાં અધિકારનો નકાર કરે છે અને સ્વર્ગીય જીવોનુ અપમાન કરે છે.