ઈ હાટુ ફરોશી ટોળાના લોકો અને યહુદી નિયમના શિક્ષકોએ ઈસુને પુછયું કે, “તારા ચેલા અમારા વડીલોના દ્વારા શીખવાડેલ રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં?” તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.
ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.