8 અને ઈસુએ તેઓને આદેશ દીધો કે, “જઈ તમે યાત્રા કરો છો, તઈ એક લાકડી લય હકો છો, પણ ખાવાનું, જોળી, બટવામાં રૂપીયા લેતા નય.
જોડા પેરી લ્યો પણ વધારાના લુગડા લેતા નય.”
બટવામાં રૂપીયા કે, જોળી કે, જોડા લેતા નય; અને મારગમાં કોયને સલામ કરતાં નય.
પછી ઈસુએ ચેલાઓને પુછયું કે, “જઈ મે તમને બારે ગામડાઓમાં મોકલ્યા, અને તમે કાય રૂપીયા, ભોજન કા જોડા વગરના ગયા તો શું તમને ન્યા કાય જરૂર પડી જે તમને નો મળી હક્યું?” તેઓએ જવાબ દીધો કે “કાય પણ નય!”
ઈસુએ તેઓને કીધુ કે, “મારગને હારું તમે કાય પણ લેતા નય: બડો નય જોળી નય, રોટલો નય કે નાણું નય વળી બબ્બે ઝભ્ભા પણ નય.”