7 પછી ઈસુએ બાર ચેલાઓને પોતાની પાહે બોલાવ્યા અને તેઓને મેલી આત્મા કાઢવાનો અધિકાર આપ્યો. તઈ ઈ તેઓને બબ્બેની જોડીમાં મોકલવા લાગ્યો.
જે મારી ઉપર વિશ્વાસ કરે છે તેઓ આ સમત્કાર કરવામા મકમ થાહે કે, તેઓ મારા નામથી મેલી આત્માઓને બારે કાઢશે, અને હું તેઓને નવી ભાષા બોલવામાં મકમ બનાવય.
અને ઈ વાતુ થયા પછી, પરભુ ઈસુએ બીજા હિતેર ચેલાઓને નીમ્યા, ઈ દરેક શહેરમાં અને જ્યાં જગ્યામાં ઈ પોતે જવાનો હતો, ન્યા તેઓમાંના બે બેને પોતાની આગળ મોકલ્યા.
હું મારાં બે માણસોને મોકલય જે મારાં હાસા સંદેશાને જાહેર કરશે. ઈ હોગ કરવાનાં લુંગડા પેરશે અને ઈ 1,260 દિવસ હુધી મારા સંદેશાને જાહેર કરશે.