52 કેમ કે તેઓએ ઈસુને ઘણીય વાર જોયો હતો કે, પાછળના દિવસોમાં જઈ એણે પાચ હજાર લોકોને ખાવાનું ખવડાવ્યુ હતું, પણ તેઓ હજી હુધી હમજયા નય કે ઈ કેટલો શક્તિશાળી હતો, જે તેઓને હંમજવું જોયી.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
પરમેશ્વરે તેઓની આંખુ આંધળી અને તેઓના મનને કઠોર કરી નાખ્યા છે, ક્યાક એવુ નો થાય કે, તેઓ આંખુથી જોય અને મનથી હમજે અને તેઓ પસ્તાવો કરે અને તેઓ પાપોની માફી હાટુ મને પ્રાર્થના કરે અને ઈ કારણે હું તેઓને હાજા કરી દવ.
એટલે શું? ઈ જ કે, ઈઝરાયલ દેશની પ્રજા જેને ગોતતી હતી, ઈ તેઓને મળ્યુ નય; પણ પરમેશ્વરે ગમાડેલાઓ એવા થોડાકને જ મળ્યુ છે પરમેશ્વરનાં આમંત્રણ સબંધી બાકીના બધાય બેરા બની ગયા.