50 કેમ કે, બધાય એને જોયને બીય ગયા હતા. પણ તરત ઈસુએ તેઓની હારે વાત કરીને કીધુ કે, “હિંમત રાખો અને બીવોમાં કેમ કે, ઈ તો હું છું”
પણ તરત ઈસુએ તેઓને કીધુ કે, “હિંમત રાખો, એતો હું છું, બીવોમાં.”
અને લોકો પથારીમાં પડેલાં એક લકવાવાળા માણસને પથારીમાં ઉપાડીને ઈસુની પાહે લાવ્યા. અને ઈસુએ તેઓનો વિશ્વાસ જોયને લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, હિંમત રાખ તારા પાપો માફ થયા છે.”
પણ જઈ તેઓએ ઈસુને દરિયા ઉપર હાલતો જોયો તો ચેલાઓ ઈ વિસારીને રાડો પાડવા લાગ્યા કેમ કે, તેઓએ વિસારયું કે “ઈ એક ભૂત છે.”