5 તેઓએ ઈસુ ઉપર વિશ્વાસ નો કરયો ઈ હાટુ એણે પોતાનો હાથ થોડાક લોકો ઉપર મુકીને ઈ માંદાઓને હાજા કરયા, એની સિવાય ઈ ન્યા બીજો કોય સમત્કાર કરી નો હક્યો.
અને તેઓના અવિશ્વાસને કારણે ઈસુએ ન્યા થોડાક સમત્કારી કામ કરયા.
અને એણે આ કયને બોવજ વિનવણી કરી કે, “મારી નાની દીકરી મરવાની અણી ઉપર છે: ઈ હાટુ તુ આવીને એની ઉપર હાથ રાખ જેથી ઈ હાજી થય જાય અને એનો બસાવ થાય.”
પણ ઈસુએ એને જવાબ દીધો કે, “તમને શંકા નો હોવી જોયી કે હું આ કરી હકુ! જો કોય માણસ મારી ઉપર વિશ્વાસ રાખે છે, તો એના હાટુ બધુય શક્ય છે.”
પબ્લિયસનો બાપ બોવ તેજ તાવ અને મરડાના રોગમાં પડો હતો, ઈ હાટુ પાઉલે એની પાહે રૂમમાં જયને પ્રાર્થના કરી અને એની ઉપર હાથ રાખીને એને હાજો કરયો.
કેમ કે, જેમ આપડે હારા હમાસાર હંભળાવી, એમ જ ઈઝરાયલ દેશના લોકોએ પણ આરામની જગ્યામાં આવવા વિષે હારા હમાસાર હાંભળાવા હતા, પણ ઈ હારા હમાસાર તેઓની હાટુ નકામાં રયા કેમ કે, તેઓએ એની ઉપર વિશ્વાસ કરયો નય.