49 પણ જઈ તેઓએ ઈસુને દરિયા ઉપર હાલતો જોયો તો ચેલાઓ ઈ વિસારીને રાડો પાડવા લાગ્યા કેમ કે, તેઓએ વિસારયું કે “ઈ એક ભૂત છે.”
અને જઈ એણે જોયું કે, તેઓ હલેસા મારતા બીય ગયા છે, કેમ કે જોરથી પવન તેઓની હામે આવતો હતો, તઈ હવાર થાવાની પેલા ઈસુ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો; અને તેઓથી આગળ નીકળી જાવા માંગતો હતો.
કેમ કે, બધાય એને જોયને બીય ગયા હતા. પણ તરત ઈસુએ તેઓની હારે વાત કરીને કીધુ કે, “હિંમત રાખો અને બીવોમાં કેમ કે, ઈ તો હું છું”
પણ તેઓ ગભરાયા અને બીય ગયા, અને તેઓને એમ લાગ્યું કે, અમે ભૂતને જોયી છયી.