48 અને જઈ એણે જોયું કે, તેઓ હલેસા મારતા બીય ગયા છે, કેમ કે જોરથી પવન તેઓની હામે આવતો હતો, તઈ હવાર થાવાની પેલા ઈસુ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો; અને તેઓથી આગળ નીકળી જાવા માંગતો હતો.
પણ ઈ વખતે હોડી દરિયા વસે હતી, અને મોજાઓથી ડામાડોળ થાતી હતી કેમ કે, પવન હામો હતો.
પણ ઈ જાણો કે, ઘરનો માલીક જો જાણતો હોત કે, ક્યા વખતે સોર આયશે, તો પછી માલીક સોરને એના ઘરનો કમાડ તોડીને ઘરવા નો દેત, તો ઈ જાગતો રેય.
ઈ હાટુ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “તમે જાણતા નથી કે, ઘરનો માલીક ક્યારે પાછો આયશે. ઈ હાટુ તમારે નજર રાખવી પડશે કેમ કે, હું ઘરનો માલીક, હાંજે કા અડધી રાતે કા હવાર થાતા પેલા કા હવારે પાછો આવી હકુ છું
જઈ હાંજ પડી તો ચેલાઓની હોડી દરિયાની વસે હતી અને ઈસુ દરિયાના કાઠે એકલો હતો.
પણ જઈ તેઓએ ઈસુને દરિયા ઉપર હાલતો જોયો તો ચેલાઓ ઈ વિસારીને રાડો પાડવા લાગ્યા કેમ કે, તેઓએ વિસારયું કે “ઈ એક ભૂત છે.”
જો ઈ અડધી રાતે કે પછી મોડેથી આવે, અને તેઓના માલિકની આવવાની વાટ જોતા જોયી, તો ઈ ચાકર આશીર્વાદિત છે.
એટલામાં તેઓ ઈ ગામની નજીક પુગીયા, જ્યાં તેઓ જાતા હતાં, અને ઈસુએ એવુ દેખાડયું કે, ઈ આગળ જાવા માગે છે.
તે પરમેશ્વરનાં સંતાન હતા. તેઓ સાધારણ માણસના જનમની જેમ કા માણસની ઈચ્છા પરમાણે જનમા નોતા. કા એક ધણીને બાપ બનવાની ઈચ્છાથી પણ નય.