47 જઈ હાંજ પડી તો ચેલાઓની હોડી દરિયાની વસે હતી અને ઈસુ દરિયાના કાઠે એકલો હતો.
ઈ લોકોને વિદાય કરીને, ઈસુ એકલો અલગ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા સડી ગયો; અને હાંજે ઈ ન્યા એકલો હતો.
અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો.
અને જઈ એણે જોયું કે, તેઓ હલેસા મારતા બીય ગયા છે, કેમ કે જોરથી પવન તેઓની હામે આવતો હતો, તઈ હવાર થાવાની પેલા ઈસુ દરિયા ઉપર હાલીને તેઓની પાહે આવ્યો; અને તેઓથી આગળ નીકળી જાવા માંગતો હતો.