46 અને લોકોને વિદાય કરીને ઈસુ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા હાટુ ગયો.
ઈ લોકોને વિદાય કરીને, ઈસુ એકલો અલગ ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા સડી ગયો; અને હાંજે ઈ ન્યા એકલો હતો.
પણ જઈ તું પ્રાર્થના કર, તઈ તુ ઓયડીમાં જયને કમાડ બંધ કરીને, તારા બાપને જે ખાનગી જગ્યામાં છે, પ્રાર્થના કર પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે, ઈ તને વળતર આપશે.
હવારના પોરનો સુરજ ઉગા પેલા ઈસુ ઘણોય વેલો ઉઠીને બારે ગયો, અને ઉજ્જડ જગ્યામાં જ્યાં લોકો નોતા ન્યા જયને પ્રાર્થના કરવા લાગ્યો.
જઈ હાંજ પડી તો ચેલાઓની હોડી દરિયાની વસે હતી અને ઈસુ દરિયાના કાઠે એકલો હતો.
ઈ દિવસોમાં ઈસુ ઘરેથી નીકળીને કોય એક ડુંઘરા ઉપર પ્રાર્થના કરવા ગયો, અને પરમેશ્વરની પ્રાર્થનામાં આખી રાત ન્યા જ કાઢી.
પાઉલ ઘણાય દિ લગી કરિંથ શહેરમાં રયો. પછી વિશ્વાસી લોકોથી રજા લીઈને વહાણમાં બેહીને સિરિયા પરદેશમા વયો ગયો. પ્રિસ્કીલા અને આકુલા પણ એની હારે હતાં, અને સિરિયા જાવાની પેલા કેંખ્રિયામાં શહેરમાં પાઉલે પોતાનો ટકો કરાવી લીધો. કેમ કે, એણે માનતા માની હતી.
પણ આ કયને ઈ વયો ગયો, “જો પરમેશ્વરની ઈચ્છા હોય તો હું પાછો તમારી પાહે આવય.” તઈ ઈ એફેસસ શહેરમાં વહાણમાં બેહીને વયો ગયો.
પણ મારા આત્માને શાંતિ નોતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નય; ઈ હાટુ તેઓથી વિદાય લયને હું મકદોનિયા પરદેશમાં ગયો.
એક કારણ જેની હાટુ પરમેશ્વરે તમને ગમાડીયા છે, ઈ આ છે કે તમે પીડા સહન કરો. જઈ મસીહે તમારી હાટુ પીડા સહન કરી, ઈ તમારી હાટુ એક દાખલો બની ગયો, જેથી તમે એણે જે કરયુ એનુ અનુસરણ કરો.