36 ઈ લોકોને વિદાય કરો કે, સારેય બાજુના વિસ્તારોમાં અને ગામડાઓમાં જયને, પોતાની હાટુ કાક ખાવાનું વેસાતું લય લેય.”
પણ ઈસુએ કોય જવાબ આપ્યો નય, અને એના ચેલાઓએ આવીને એનાથી વિનવણી કરી કે, “એને વિદાય કર; કેમ કે, ઈ આપડી વાહે રાડુ પાડતી આવે છે.”
તઈ પિતર એને એક બાજુ લય જયને ઠપકો દેવા લાગ્યો, “ઓ પરભુ પરમેશ્વર, ઈ તારાથી દુર રેહે, એવું એને કોય દિવસ નય થાય.”
જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.
એના ચેલાઓએ ઈસુને કીધુ કે, તુ જોવે છે કે, ઘણાય બધાય લોકોની ગડદી તારી આજુ-બાજુ થાય છે, અને તુ એમ પૂછે છે કે, મને કોણ અડયું?
જઈ હાંજ પડવા આવી તઈ ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને દિવસ ઘણોય આથમી ગયો છે.
પણ ઈસુએ તેઓને કીધુ કે, “તમે જ આ લોકોને ખાવાનું આપો.” ચેલાઓએ એને કીધુ કે, “શું અમે જયને બસો દીનારની એટલે (બસો દિવસની મજુરી બરાબર) રોટલીઓ વેસાતી લયને તેઓને આપી હકી?”