35 જઈ હાંજ પડવા આવી તઈ ચેલાઓએ એની પાહે આવીને કીધુ કે, “આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને દિવસ ઘણોય આથમી ગયો છે.
હવે આ હાંભળીને ઈસુ ન્યાંથી હોડીમાં બેહીને વગડામાં એકલો ગયો, અને લોકો ઈ હાંભળીને નગરોમાંથી હાલીને એની હારે ગયા.
જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.
ઈ લોકોને વિદાય કરો કે, સારેય બાજુના વિસ્તારોમાં અને ગામડાઓમાં જયને, પોતાની હાટુ કાક ખાવાનું વેસાતું લય લેય.”