33 પણ બોવ બધાય લોકોએ તેઓને જાતા જોયા અને જાણી ગયા કે, તેઓ ક્યા જઈ રયા હતા. ઈ હાટુ તેઓ આજુ બાજુના બધાય નગરની જમીનનાં મારગેથી ધોડીને તેઓની પેલા ન્યા પુગી ગયા.
જઈ ઈસુએ હોડીમાંથી ઉતરીને ઘણાય બધા લોકોને જોયા તઈ તેઓની ઉપર એને દયા આવી કેમ કે, તેઓ સરાવવાવાળો નો હોય એવા ઘેટાની જેવા હતાં જે તેઓની હંભાળ રાખી હકે, અને ઈ તેઓને ઘણીય બધી વાતો શીખવાડવા લાગ્યો.