પણ બોવ બધાય લોકોએ તેઓને જાતા જોયા અને જાણી ગયા કે, તેઓ ક્યા જઈ રયા હતા. ઈ હાટુ તેઓ આજુ બાજુના બધાય નગરની જમીનનાં મારગેથી ધોડીને તેઓની પેલા ન્યા પુગી ગયા.
તરત જ ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, તેઓ હોડીમાં બેહી જાય, અને પોતાની આગળ ગાલીલ દરિયાની ઓલે પાર બેથસાઈદા નગરમાં જાય જ્યાં હુધી કે, ઈ પોતે લોકોના ટોળાને વિદાય કરે.