30 જઈ બાર ગમાડેલા ચેલાઓને ઈસુએ મોકલ્યા હતાં, ઈ પાછા આવીને ઈસુની આગળ ભેગા થય ગયા, અને જે જે તેઓએ કરયુ અને શીખવાડયુ હતું, ઈ બધુય તેઓએ એને કીધું.
તે બાર ગમાડેલા ચેલાઓના નામ આ પરમાણે છે, પેલો સિમોન, જે પિતર કેવાય છે, એનો ભાઈ આંદ્રિયા; ઝબદીનો દીકરો યાકુબ, અને એનો ભાઈ યોહાન,
અને તેઓમાંથી, એણે બાર માણસોને ગમાડયા, એણે તેઓને પોતાના ગમાડેલા ચેલાઓ થાવા હાટુ ગમાડયા એણે એવુ ઈ હાટુ કરયુ જેથી તેઓ એની હારે રેય, જેથી ઈસુ તેઓને સંદેશો આપવા હાટુ મોકલી હકે.
જઈ યોહાનના ચેલાઓને ખબર પડી કે, એને મારી નાખવામાં આવ્યો છે, તો તેઓ આવીને એના ધડને લય જયને કબરમાં મુક્યું.
ઈ બોતેર લોકો જેઓને ઈસુએ નીમ્યા હતાં તેઓએ જયને જેમ એણે કીધું હતું એમ કરયુ. જઈ ઈ પાછા આવ્યા તઈ તેઓ બોવ રાજી હતા. તેઓએ કીધું કે, “પરભુ, અમે પણ તમારા અધિકારથી લોકોમાંથી મેલી આત્માઓને નીકળવાનો હુકમ કરયો અને તેઓએ પણ અમારુ માન્યું.”
ગમાડેલા ચેલાઓએ પરભુને કીધુ કે, “અમારા વિશ્વાસને હજી મજબુત કરો!”
જઈ પાસ્ખા ભોજન કરવાનો વખત આયવો, તઈ ઈસુ એના ગમાડેલા ચેલાઓની હારે ખાવા બેઠો.
હવે બાયુએ જે આ વાત ગમાડેલા ચેલાઓને કીધી હતી ઈ મરિયમ જે મગદલા શહેરની હતી, યોહાન, યાકુબની માં મરિયમ અને તેઓની હારે બીજી બાયુ હતી.
બીજા દિવસથી એણે એના બધાય ચેલાઓને પાહે બોલાવ્યા. તેઓમાંથી એણે બાર માણસોને ગમાડયાં તેઓએ એને ગમાડેલા ચેલાઓ પણ કીધા.
ગમાડેલા ચેલાઓએ પાછા આવીને જે જે તેઓએ કરયુ હતું ઈ તેઓએ ઈસુને કીધું. ઈસુ તેઓને તેડીને બેથસાઈદા નામના શહેરમાં એકાંતમાં ગયા.
તઈ એણે ઈ બેયની હાટુ સીઠ્ઠીયું નાખી અને સીઠ્ઠીમાં માથ્થીયસનું નામ નીકળ્યું અને એની અગ્યાર ગમાડેલા ચેલામાં ગણતરી થય.