29 જઈ યોહાનના ચેલાઓને ખબર પડી કે, એને મારી નાખવામાં આવ્યો છે, તો તેઓ આવીને એના ધડને લય જયને કબરમાં મુક્યું.
તઈ એના ચેલાઓ આવીને એના ધડને લય જયને દાટી દીધું અને જયને ઈસુને ખબર આપી.
એણે જેલખાનામાં જયને એનુ માથું કાપુ, અને એક કાથરોટમાં લીયાવીને ઈ છોકરીને આપ્યુ અને ઈ એની માંની પાહે લય ગય.
જઈ બાર ગમાડેલા ચેલાઓને ઈસુએ મોકલ્યા હતાં, ઈ પાછા આવીને ઈસુની આગળ ભેગા થય ગયા, અને જે જે તેઓએ કરયુ અને શીખવાડયુ હતું, ઈ બધુય તેઓએ એને કીધું.
અને થોડાક માણસો જે પરમેશ્વરને વધારેમાંન દેતા હતાં, અને સ્તેફનને દફનાવ્યો, અને એની હાટુ છાતી કુટી કુટીને રોવા મંડ્યા.