27 ઈ હાટુ રાજાએ એક સિપાયને આજ્ઞા આપીને મોકલો કે, યોહાન જળદીક્ષા દેવાવાળાનું માથું કાપીને લીયાવે.
તઈ રાજા બોવ દુખી થયો, પણ મેમાનોની હાજરીમાં આપેલા વચનને લીધે એણે દીકરીની માગણી નકારવાનું ઈચ્છતો નોતો.
એણે જેલખાનામાં જયને એનુ માથું કાપુ, અને એક કાથરોટમાં લીયાવીને ઈ છોકરીને આપ્યુ અને ઈ એની માંની પાહે લય ગય.