23 અને એણે એને એક વાયદો કરયો કે, “તુ જે કાય પણ મારી પાહેથી માગય ઈ હું તને આપી દેય. જો તુ મારા રાજ્યનો અડધો ભાગ પણ માગય, તો હું તને ઈ આપી દેય.”
ઈ હાટુ એણે હમ ખાયને કીધુ કે, “તું જે માગે ઈ હું તને આપી દેય.”
એણે ઈસુને કીધુ કે, “આ બધુય હું તને આપી દેય, જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.”
એણે બારે જયને પોતાની માંને પુછયું કે, “હું શું માંગુ?” ઈ બોલી કે, “એનાથી તુ યોહાન જળદીક્ષા આપનારનું માથું આપવા હાટુ કે.”