22 અને ઈજ હેરોદિયાસની દીકરી અંદર આવી, અને નાચીને રાજા હેરોદને અને એના મહેમાનોને રાજી કરયા, તઈ રાજાએ છોકરીને કીધુ કે, “તુ જે ઈચ્છે ઈ મારીથી માગ તો હું તને આપય.”
અમે તમારી આગળ ખુશીના ગીતોની વાંહળી વગાડી, પણ તમે નાચ્યા નય, અમે હોગ કરયો, પણ તમે રોયા નય,
કેમ કે, હેરોદ રાજાના ભાઈ ફિલિપની બાયડી હેરોદિયાસ રાણીની લીધે, યોહાનને પકડયો હતો, અને એને બાંધીને જેલખાનામાં નાખ્યો હતો.
પણ જઈ હેરોદનો જનમનો દિવસ આવ્યો, તઈ હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને તેઓને અને હેરોદને રાજી કરયા.